અમદાવાદમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા, પોલીસ દોડતી થઈ…

ગુજરાતમાં આંગડિયા પેઢીના કર્મચારીની ઘટના સતત સામે આવી રહી છે. આ દરમિયાન અમદાવાદના આર. કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. રિક્ષામાં જય રહેલા આંગડિયા પેઢીના કર્મચારીઓ પર મરચું નાખી અને હવામાં ફાયરિંગ કરી લૂંટારુઓએ 65 લાખની ધોળા દિવસે લૂંટ ચલાવી છે.

અમદાવાદમાં લો ગાર્ડ નજીકથી આંગડિયા પેઢીનો કર્મચારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક શખ્શો દ્વારા તેની પાસે જઈ આંખમાં મરચાની ભૂકી નાંખ્યા બાદ પણ આંગડીયા કર્મચારી લૂંટારૂઓને તાબે ન થતા લૂંટારૂઓ દ્વારા આંગડિયા પેઢીનાં કર્મચારી પર ફાયરીંગ કર્યા બાદ હાથમાંથી રૂપિયા ભરેલ થેલો ઝુંટવી લઈ ફરાર થઈ ગયા હતા.

લોકોની અવર જવરથી ધમધમતા એવા લો ગાર્ડન રોડ પર આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આરોપીઓ કઈ તરફ ગયા તે જાણવા પ્રયત્ન હાથ ધર્યો હતો.