યોગેશ ઉનડકટ,  સાવરકુંડલા/ સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા સદભાવના ગૃપ દ્વારા શહેરના લોકો પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલછોડ વાવી અને ઉછેરી શકાય તેવા શુભ હેતુથી ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડાના શીર્ષક હેઠળ રિદ્ધિ સિદ્ધિ ચોકચોક ખાતે વિનામૂલ્યે 1000 રોપાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

પરમ પૂજ્ય ઉષામૈયા શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) ના આશીર્વાદથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની હાજરીમાં કાર્યક્રમમાં સદભાવના ગ્રુપ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ગુલાબ, ટગર, જામફળી, ટાગોરો, લાલ કોટન, ગ્રીન કોટન, લાડન, વગેરે 1000 જેટલા રોકાવાનું સામાજિક વનીકરણ રેન્જ સાવરકુંડલાના સહકારથી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. રોપા વિતરણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સદભાવના ગ્રુપ દ્વારા ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડલાના સૂત્ર સાથે સ્વ. હિંમતલાલ બાબુભાઈ હરસોરા પરિવારના સૌજન્યથી આ કાર્યક્રમમાં ફુલછોડના રોપા મેળવવા શહેરીજનોએ અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સવારે દસ વાગ્યાથી રોપા મેળવવા શહેરીજનો ઉમટી પડ્યા હતા