સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, બગસરા નગર પાલિકા વિરોધ પક્ષ નેતાને સોંપવામાં આવી મહત્વની જવાબદારી
રૂપેશ રૂપારેલીયા, બગસરા/ લોકસભાની ચૂંટણી બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આઈ રહી છે. આ દરમિયાન હવે કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસે અમરેલી જીલ્લા કોંગ્રેસ માઇનોરીટી સેલ ચેરમેનની નિમણૂક કરી છે. જીલ્લા કોંગ્રેસ માઇનોરીટી સેલ ચેરમેન તરીકે બગસરા નગરપાલિકાના વિપક્ષ નેતા જમાલ સરવૈયા ની નિમણુક કરવામાં આવી છે.
બગસરા નગર પાલિકા વિરોધ પક્ષ નેતા અને બગસરા મુસ્લિમ સમાજના અગ્રણી જમાલ સરવૈયાની અમરેલી જિલ્લા માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા નિમણુક કરવામાં આવતા બગસરા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા નિમણુકને આવકારી હતી તેમ બગસરા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ હુસેન હૈદ્રાએ જણાવ્યું હતું.







