જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી.પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું.અને જીવનું જોખમ ટાળ્યું હતું.

જામનગર શહેરમાં ભારે વરસાદને પગલે જામનગર જાણે જળમગ્ન બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક લોકોના મકાનોમાં પાણી ઘુસી ગયા છે. ત્યારે મનપાની ફાયર વિભાગ દ્વારા બોટ મારફતે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી
ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી