જામનગર: શહેરના ધરારનગર વિસ્તારમાં PGVCLની ચેકિંગ કામગીરી દરમિયાન કર્મચારી સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. વીજ ચેકિંગ માટે પહોંચેલી ટીમ દરમિયાન એક વ્યક્તિ સાથે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હોવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ, PGVCLની ટીમ વિસ્તારમાં વીજ જોડાણ અને ચેકિંગની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન એક આસામી સાથે કર્મચારીની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કર્મચારીને ફડાકા માર્યાનો આરોપ

આ ઘટનામાં PGVCLના કર્મચારીને ફડાકા મારી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. સરકારી વીજ કંપનીની ફરજ બજાવી રહેલા કર્મચારી સાથે જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ચેકિંગ કામગીરી દરમિયાન થયેલા ઘર્ષણના દૃશ્યો જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો