જામકંડોરણાનાં શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાની સમાજને ટકોર, કહ્યું :”મજબૂત નેતા આગેવાનને સ્વીકારજો માયકાંગલાને નહીં”
જામકંડોરણામાં લાડકડી દીકરીઓનાં શાહી સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય અને સમાજ અગ્રણી જયેશ રાદડિયાએ હુંકાર કર્યો છે. જેમાં જયેશ રાદડિયાએ સમાજનાં લોકોને માર્મિક ઠપકો આપતા કહ્યું હતું કે, “સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ કરતો નથી અને કરવાનો નથી. સમાજની વાત આવે ત્યારે રાજકારણ એક બાજુ રાખું છું. સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો સમાજના આગેવાન ને પાડી ડે તે લેઉવા પટેલ સમાજ નો કે’વાય. ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સમાજના 80 ટકા લોકો મુશ્કેલીમાં છે સમાજ ની મુશ્કેલી છે એક રહેવા માટે હાકલ કરવી પડે છે.”
વધુમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, “સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ કરતો નથી અને કરવાનો નથી સમાજની વાત આવે ત્યારે રાજકારણ એક બાજુ રાખું છું. સમાજના આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો. સમાજના આગેવાનને પાડી ડે તે લેઉવા પટેલ સમાજ નો કે’વાય. સમાજ સંગઠિત નહીં થાય તો સમાજ ને કોઈ બચાવી નહીં શકે. સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજ ને નથી મળ્યોએ કમનસિબી કે’વાય. મજબૂત નેતા આગેવાનને સ્વીકારજો માયકાંગલા ને નહીં. ગમે તે વિસ્તાર કે ગામનો હોઈ કોઈપણ કામ હોઈ જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “ગ્રામ્ય વિસ્તાર માં અત્યારે સમાજના 80 ટકા લોકો મુશ્કેલીમાં છે. સમાજની મુશ્કેલી છે. એક રહેવા માટે હાકલ કરવી પડે છે. લેઉવા પટેલ સમાજની કમજોરી છે સમાજનો વ્યક્તિ આગળ આવે તો તેને એકવાર પાડી નો દેય તો એ લેઉવા પટેલ સમાજનો કે’વાય. પાડી દેવાની નીતિ નો રાખો સમાજ ના નેતા છ મહિને નથી મળતા જે મજબૂત નેતા હોઈ તેમને સ્વીકારો. અમે કોઈ દિવસ સમાજને વચ્ચે રાખ્યું નથી. સમાજની વાત આવે એટલે અમે રાજકારણ એક બાજુ મૂકી દીધું છે સમાજ પહેલા પછી રાજકારણ.”







