જૂનાગઢઃ સ્કંદપુરાણનાં પ્રભાસખંડમાં ગિરનારનો રૈવતાચલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગિરનાર ઉદયન પર્વત તરીકે પણ ઓળખાય છે. ગિરનાર હિમાલયથી પણ જૂનો છે.ચોમાસામાં અહીં કાશ્મીર જેવો માહોલ હોય છે. ગિરનાર વાદળોથી ઘેરાયેલો રહે છે. ગિરનાર પણ પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે. જાણે ગિરનારે લીલી ચાદર ઓઢી લીધી છે. ગિરનાર પર્વતમાં આવેલ ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે,જેની ઊંચાઈ 3663 ફૂટ છે. દત્તાત્રેય શિખર 3330 ફૂટ, અંબાજી શિખર 3047 ફૂટ છે. ગિરનારમાં સાત શિખર છે.
કેવી રીતે પહોંચાય ગિરનાર?જૂનાગઢ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ મજેવડી દરવાજાથી ભવનાથ તેમજ બસ સ્ટેશનથી કાળવા ચોક જઇ ભવનાથ થઇ શકાય છે. ભવનાથ તળેટીથી ગિરનારની સીડી શરૂથાય છે. ગિરનારમાં અનેક દેવતાનાં સ્થાનક છે. પરંતુ પ્રથમ જૈન દેરાસર, બાદ અંબાજી મંદિર પછી ગોરખનાથ શિખર અંતે દતાત્રેય શિખર આવે છે.







