રાજ્યમાં સતત વરસાદી માહોલ છવાયેલ છે. આ દરમિયાન ગુજરાતમાં દ્વારકા,જૂનાગઢ, જામનગર, મહેસાણા, સુરત સહિતના જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે વરસાદને પગલે અનેક લોકોના સ્થળાંતર કરવા પડ્યા તો અનેક લોકો લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. આ દરમિયાન જૂનાગઢમાં મોટી દુર્ઘટના ઘટી છે. 2100 પગથિયા પર શિલા ધસી આવી છે.

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આ દરમિયાન ગિરનાર પર્વત પર 2100 પગથિયા પર શિલા ધસી આવી હોવાની ઘટના સામે આવી છે. ભારે પવન સાથે વરસાદ ખાબકવાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે કોઈ યાત્રિકની અવર જવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.

શીલા પગથિયા પર ઘસી આવતા યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જો કે શિલા ધસી પડતા કેટલા સમય માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વરસાદી ગીરનું વાતાવરણનો અલૌકિક અનુભવ કરવા માટે અને ગિરનારના દર્શન કરવા માટે અનેક યાત્રાળુ અહી આવે છે. ત્યારે ગિરનાર 2100 પગથિયા નજીક પથ્થર સીડી વચ્ચે ધસી આવ્યાની જાણ થતા તંત્ર દ્વારા પથ્થર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગિરનાર પગથિયા પર પથ્થર ઘસી આવવાની આ ઘટનાથી સદ નસીબે કોઈ જાનહાન થઈ નથી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો