ચલાલા મા ધારાસભ્ય જે.વી. કાકડીયા ના માર્ગદર્શન નીચે કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. રાજમાર્ગો પર મશાલ રેલી ફરી હતી અને શહીદવિરોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

તારીખ 25/07/2024ની પૂર્વસંધ્યાએ કારગિલ વિજય દિવસના 25મી વર્ષગાંઠના અવસરે ચલાલા શહેર યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું ભવ્ય આયોજન કરી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ આગેવાનો રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગાયત્રી સંસ્કાર ધામ ના વડા પૂજ્ય રતિદાદા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા,ગાયત્રી સંસ્કારધામ ના સંચાલક મહેશભાઈ મેહતા,ચલાલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ માલવિયા, જયરાજ્ભાઇ વાળા, ભયલુભાઈ વાળા, હિંમતભાઇ દોંગા, પ્રકાશભાઈ કારિયા, ઘનશ્યામભાઈ કાથરોટીયા, પ્રદીપભાઈ પુરોહિત, વનરાજભાઈ જેબલીયા, મેહુલભાઈ સોજીત્રા, મેનુભાઈ રાઠોડ, રમેશભાઈ અંબુજા, તેમજ ચલાલા શહેર ભાજપ ના પ્રમુખ અવિરતભાઇ માલા,મહામંત્રી પ્રદીપભાઇ હિરપરા,સહીત સમગ્ર યુવાભાજપ ટીમ દ્વારા કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં આર્મી ના જવાન લાલભાઈ રાઠોડ તથા સમીરભાઈ સવંટના વરદહસ્તે અખંડ જ્યોત 24 કલાક માટે પ્રજવલિત કરવામાં આવી હતી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો 

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો