લાગણીની કોઈ ભાષા નથી હોતી એ તો શબ્દો વગરની અનુભૂતિ છે . લાગણીનુ રોકાણ ત્યાં જ કરવું જ્યાં લાગણીનું મૂલ્ય સમજાય .
લાગણીની વધુ ભૂમિકા સ્ત્રીમાં જોવા મળશે .
બહેનપણી બધાને હસે જ ! એક સ્ત્રી જેને પોતાની સહેલીઓ છે . એ સ્ત્રી અનુભવોના ભાથા સાથે ઓલ્ડ પણ છે . વર્તમાન સમય પ્રમાણે સંસારમાં રહીને પોતાની સ્પેસ પણ સંભાળે છે .ગીતો,વાર્તાઓ ,ડ્રામા જ્યારે મન થાય ત્યારે જુએ છે . એ સ્ત્રી અત્યારે વધુ સ્માર્ટ દેખાઈ છે.
પોતાના દાગીનાને તો ક્યારની એને તિલાંજલિ આપી દીધી હોઇ છે.નાનું એવું ડાયમંડનું મંગલસૂત્ર એની શોભા છે .
અમુક ઉંમર પછી એને કોઈ મોંઘી ગિફ્ટ કે કોઈ વસ્તુની અપેક્ષા નથી રાખતી ,બસ લાગણીઓની જરૂર હોઇ છે. પરિવારમાં ગમે તેટલા સદસ્યો હોઇ પણ ! એક સારી બેનપણી જોઇયે.જે હસતા ચહેરા પાછળ છૂપાયેલા લાગણીના સરોવરને જોઈ શકે .બુક નહિ વાંચતી હોઈ તો ચાલશે પણ એની આંખો વાંચી શકે.જ્યારે કોઈ ના સાંભળે ત્યારે એ સાંભળી શકે.
બધું ઠીક થઈ જશે! હું છું ને ! આવા શબ્દો કહી એક બેનપણી જ ગમે એવી પ્રોબ્લેમને દુર કરી શકે છે .
આવી એક બહેનપણી હોવી જરૂરી છે .
સુખ આયે ! સબ આવતા
દુઃખ મે ના દેખત કોઈ
દુઃખ વહી દેખત! જો પ્રિય સખા હોઈ.

આંખો બંધ કરીને જ્યા લાગણીનું રોકાણ થાય એ મિત્રતા.
બધાની લાઇટમાં બાલમંદિર થી કોલેજ સુધીમાં એવા એક બે મિત્રો તો હોઈ જ છે .
એક સ્ત્રીના જીવનમાં કંઈ હોઇ ના હોઇ પણ એક સારી બેનપણી તો હોવી જ જોઈએ. જેને મનની હરએક વાત કહી શકીએ.
લાગણીઓનાં સરવાળામાં છેલ્લે શૂન્ય ના આવે એ પણ જરૂરી .

વર્તમાન સમયમાં લાગણીઓનું રોકાણ ત્યાં જ કરવું જ્યાં લાગણી સમજાય, ક્યારેક માણસ લાગણીના વમળમાં વહી જાય છે.
આંખો બંધ કરીને કરેલો ભરોસો ક્યારેક એટલી હદે આંખો ખોલે છે કે
પછી ક્યારેય વ્યક્તિ લાગણીનું રોકાણ કરતો નથી .
લાગણીની ભાષા જ આવી છે ક્યારેક વહી જાય તો ક્યારેક સહી જાય.

રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
(નિકાવા )

 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો