લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આઅ દરમિયાન ચૂંટણીને લઈને રાજકોટમાં ભાજપના ઉમેદવારનો સતત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જોહર કરવા જઈ રહેલા પ્રજ્ઞા બા ઝાલાને પરેશ ધાનાણીએ ટ્વિટ કરી કહ્યું કે હે શક્તિ તમે શાંત રહેજો.. નવા મહાભારત પર રોક લગાવીએ આપણા ભારતને મહાન બનાવીએ

લોકસભાની ચૂંટણીમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પરશોત્તમ રૂપાલા અંગે સતત વિવાદ થઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ચૂંટણી મેદાને ઉતેરલ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છતાં તેમનો વિરોધ યથાવત છે. ત્યારે હવે ઉમેદવાર બદલવામાં ન આવતા ક્ષત્રિય સમાજની મહિલાએ જોહર માટે આગળ આવી રહી છે. આઅ મામલે પ્રજ્ઞા બા ઝાલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રજ્ઞા બા ઝાલાને શાંત રહેવા વિનંતી કરી છે.

 

જાણો શું કહ્યું પરેશ ધનાણીએ

 

“”હે શક્તિ, તમે શાંત રહેજો””

જ્યારે જ્યારે રાજ ના દરબારમાં,
દેવી દ્રૌપદી ના “દામન” દુભાય છે,

ત્યારે ત્યારે હંમેશા મહાભારતના
યુદ્ધો જ થાય છે..!

અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ,
બેન- દિકરીઓની લાજ બચાવીએ,

નવા ‘મહાભારત’ પર રોક લગાવીએ,
આપણા ‘ભારતને મહાન’ બનાવીએ.!