વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ આગામી 6 દિવસ વરસાદ વરસ્વનું અનુમાન છે. રાજ્યમાં હાલ એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત આ ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી નર્મદા અને ભરૂચ આ સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારેનું અનુમાન છે. આ સાથે આજે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 13 જિલ્લામાં વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માટે હવામાન વિભાગે વરસાદનુ યલો એલર્ટ જાહેર કર્યું છે.
મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે. અહીં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ચોમાસનો 54.46 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 73.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 97 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉચ્છલ તાલુકામાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે છોટાઉદેપુર તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. આણંદ તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય 84 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. આમ ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 54.88 ટકા થયો .







