મંત્રી ભીખુસિંહ પરમારને આવ્યો બ્રેઇન સ્ટ્રોક, હોસ્પિટલમાં કરાયા દાખલ…
ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી ભીખુજી પરમારની તબિયત આજે વહેલી સવારે એકાએક લથડી જતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સવારે તેઓ પોતાના ઘરમાં ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. જેને લઈ તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આજે સવારે ગુજરાત રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી લથડી હતી. છાતીમાં ગભરામણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મંત્રી ભીખુસિંહ પરમાર હાલ સારવાર હેઠળ છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત સ્થિર હોવાની માહિતી મળી છે. ભીખુસિંહ પરમાર રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે.
રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. 70 વર્ષીય ભીખુસિંહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભીખુસિંહને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.







