જનનાયક બિરસામુંડાની આજે નેત્રંગમાં બિરસમુંડાની આજે 148મી જન્મ  જયંતી છે. ત્યારે આજે બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકાર, સાંસદ અને તંત્રને ખુલ્લા પડકાર ફેંક્યા છે.  2024 માં ભાજપ હટાવો, આદિવાસી લાવોની વાંસદાના ધારાસભ્યની હાંકલ

નેત્રંગ જન નાયક બિરસા મુંડાની 148મી જન્મજયંતિ નિમિત્તે ઠેરઠેર ઉજવણી. થઈ રહી છે. ત્યારે નેત્રંગ ગામના ચાર રસ્તા ખાતે પરંપરાગત આદિવાસી નૃત્યના તાલે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યો હતો. આ દરમિયાન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે, પોલીસ મિત્રો સાંભળી લે તમારે અહીં રહેવું હશે તો આદિવાસી સમાજની પરવાનગી લેવી પડશે. શેરખાન પઠાણ અને ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં બીરસામુંડાની તસ્વીરને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.નેત્રંગના 96 ગામો અને કોંગ્રેસ દ્વારા બનવાયેલી સમિતિ દ્વારા બિરસમુંડાની પ્રતીમાને ચાર રસ્તા ખાતે અનાવરણને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. જેમાં એક ડીવાયએસપી, એક પીઆઈ, 3 પીએસઆઈ અને 117 પોલીસ જવાનોને મુકવામાં આવ્યા હતા.  નેત્રંગ નગરના તમામ માર્ગો ઉપર ઉજવણી અને રેલીના ધમધમાટ વચ્ચે આદિવાસી સમાજનું ઘોડાપુર જોવા મળ્યું હતું. હજારો આદિવાસી ભાઈઓએ કલાકો સુધી મનમૂકીને ઝૂમી જનનાયકની જન્મ જ્યંતીના વધામણાં કર્યા હતા. આખરે કોઈપણ જાતના વિવાદ વિના ચાર રસ્તાની બાજુમાં બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્ય અનંત પટેલ, આગેવાન શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા અને રાજ વસાવાના હસ્તે અનાવરણ વિધી સંપન્ન કરવામાં આવી હતી.