રાજ્યમાં નવું શૈક્ષિણક સત્ર ચાલું થય ગયું છે કોરોનના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવામા આવે છે જૂનાગઢ જીલ્લાના વિસાવદર ભેસાણ સહીત જીલ્લાના અન્ય તાલુકાઓમાં પ્રાથમિક શાળામાં વિધાર્થી ઓને પાઠ્યપુસ્તકો ઉલબ્ધ કરવામા આવ્યા નથી જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે મુશ્કેલી ઊભી થાય છે એકબાજુ કોરોનાનાં કારણે ઓનલાઇન અભ્યાસ માં મુશ્કેલી છે અને બીજીબાજુ પાઠ્યપુસ્તકોન મળવાના કારણે પણ મુશ્કેલી ઊભી થાય છે આ પ્રશ્નનું વિદ્યાર્થીના હિતમા સત્વરે નિરાકરણ કરવુ અત્યંત જરૃરી છે.ત્યારે આ રજુઆત ગાંધીનગર રૂબરૂ જઈ શિક્ષણમંત્રીને ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા રજુઆત કરવામાં આવી છે.







