ગુજરાતના રાજકારણમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. રાષ્ટ્રીય ભાજપમાં ગુજરાત સાથે જોડાયેલા ચાર નેતાઓને નવી જવાબદારી મળ્યા બાદ નીતિન પટેલે સોશિયલ મીડિયા પર ત્રણ નેતાઓને શુભેચ્છા પાઠવી હતી. જોકે ચોથા નેતા રોહન ગુપ્તાને શુભેચ્છા ન પાઠવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના ચાર નેતાઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક બાદ નીતિન પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ત્રણ નેતાઓને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી.
પરંતુ રોહન ગુપ્તાના નામનો પોસ્ટમાં ઉલ્લેખ ન થતાં સોશિયલ મીડિયા પર સવાલો ઉઠ્યા કે ચારેય નેતાઓને એકસાથે નવી જવાબદારી આપવામાં આવી હોવા છતાં એક નેતાને શુભેચ્છા કેમ આપવામાં આવી નથી?
https://www.facebook.com/photo?fbid=1606873647472302&set=a.541321304027547
4માંથી 3 નેતાઓને શુભેચ્છા
નીતિન પટેલની પોસ્ટમાં નવી જવાબદારી મેળવનારા ચાર નેતાઓમાંથી ત્રણના ફોટા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નીતિન પટેલે અમરાઈવાડી અમદાવાદના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ ઈશ્વરભાઈ પટેલ, વર્ષાબેન દોશી અને હેમાંગભાઈ જોષીને શુભકામના પાઠવી. આ પોસ્ટ બાદ રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.
ખાસ કરીને રોહન ગુપ્તાનું નામ પોસ્ટમાં ન હોવાને કારણે સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ અટકળો લગાવી રહ્યા છે. જોકે માત્ર સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કોઈ રાજકીય મતભેદ હોવાનું નિષ્કર્ષ કાઢવું યોગ્ય નથી.
શું કહ્યું રોહન ગુપ્ત અંગે
જોકે, રોહન ગુપ્તાને શુભેચ્છા ન પાઠવવા અંગે નીતિન પટેલે કહ્યું કે, હું રોહન ગુપ્તાને ઓળખતો નથી અને તેઓ મને ઓળખતા નથી. કંકોત્રી વગર કોઈના લગ્નમાં ન જવાય ને! હું તેમને (રોહન ગુપ્તાને) કોઈ દિવસ મળ્યો નથી એ પણ મને ક્યારેય મળ્યા નથી. મને તેમનો પરિચય નથી. આ ત્રણેયને ( હેમાંગ જોશી, વર્ષા દોશી અને જગદીશ પટેલ) હું ઓળખું છું એટલે મેં તેમને શુભેચ્છા પાઠવી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







