દુબઈઃ હમણા રસ્તા પર ચાલતી એક હમર કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કાર એટલી મોટી છે કે, આ કાર મોડિફાઈ કરવામાં આવેલી છે. આ કાર દુબઈના એક શેખની છે.

વિશ્વભરમાં આવા કેટલાય સમાચારો સામે આવે છે જે તમારા રુંવાડા ખડા કરી દેતા હોય છે. આવો જ એક આશ્ચર્યજનક વીડિયો વાયરલ થયો છે. જે દુબઈનો છે. જેમાં રસ્તા પર એક વિશાળકાય હમર કાર જોવા મળી રહી છે. આ કાર દુબઈના એક શેખની છે જેમણે તેને મોડિફાઈ કરાવેલી છે. આ હમર કાર સામાન્ય કાર કરતા અનેકગણી મોટી છે. એટલી મોટી કે તેની સામે એક માણસ તો સાવ જ નાનો લાગે.

રસ્તા પર જોવા મળી વિશાળ હમર-હમઝિલા
માસ્સિમોની માઈક્રો બ્લોગિંગ સાઈટ પર મુકવામાં આવેલા આ વીડિયોમાં હમઝિલાને એક હાઈવે પર ચાલતી જોવા મળી હતી. આ વિશાળ હમર સામે પાર્ક કરેલી બે કારને જોઈને અંદાજ લગાવી શકાય છે કે વાસ્તવિકતામાં આ હમર કાર કેટલી મોટી હશે. વિચિત્ર લાગતી આ હમર હકીકતમાં દુબઈના શેખ હમદ બિન હમદાન અલ નાહયાનની છે. દુબઈના શેખ રેનબો શેખના નામથી પણ ઓળખાય છે.

આ ગાડી એટલી મોટી છે કે વીડિયોમાં ઉભેલા લોકોની હાઈટ હમરના ટાયર કરતા પણ નાની લાગે છે.

14 મીટર લાંબી અને 5.8 મીટર ઉંચી છે હમર
વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, દુબઈ રેનબો શેખની વિશાળ હમર H1”X3”રેગ્યુલર હમર H1 SUV (14 મીટર, લાંબી, 6 મીટર પહોળી અને 5.8 મીટર ઉંચી) કરતા ત્રણ ગણી મોટી છે. આ હમર એકદમ ચલાવવા યોગ્ય છે.

શેખ પાસે છે 200 કારોનું કલેક્શન
દુબઈના શોખીન શેખ પાસે 200થી વધારે કારોનું કલેકશન છે. 20 મિલિયનથી વધારે વ્યૂઝ સાથે હમરનો આ વીડિયો જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. અબુ ધાબીના શાસક પરિવારના એક સદસ્ય શેખ હમદ બિન હમદાન અલ નાહયાન વિશે એવુ કહેવામાં આવે છે કે, તેમની પાસે અલગ અલગ કલરમાં સાત મર્સિડિઝ 500 એસઈએલ છે.