રાજકોટઃ ભારતમાં લાખો કરોડો મંદિર આવેલા છે.દરેક મંદિરની માન્યતાઓ અલગ અલગ હોય છે અને દરેકની વિશેષતા અલગ અલગ હોય છે.ત્યારે આજે અમે આપને રાજકોટના એક રાજાશાહી વખતના હનુમાનજીના ચમત્કારિક મંદિર વિશે જણાવીશું અને તેનો ઈતિહાસ જણાવીશું.હનુમાનજીના આ મંદિરમાં રાજાશાહી વખતની હનુમાનજીની મૂર્તિ પર આજે પણ અખંડ જ્યોત પ્રજ્વલિત છે.અહિંયા આવતા દરેક ભક્તની હનુમાનજી મનોકામના પૂર્ણ કરે છે.ત્યારે આવો જાણીએ શું છે આ મંદિરનો ઈતિહાસ અને આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજવલિત છે તેની પાછળની આખી કહાની શું છે.

અખંડ જ્યોત કેમ પ્રજ્વલિત છે?
જ્યારે આ મૂર્તિ મળી આવી ત્યારે મુર્તિના મસ્તક પર દિવાની આકૃતી હતી. કહેવાય છે કે આ નેસની દીકરી બીજા ગામે સાસરે હતી તેને સંતાન ન થતા તેને સસરાવાળા અવાર નવાર કવેણ કહેતા અને ત્યારે આ દિકરી હનુમાનજી પાસે આવી ને રોતા રોતાં પોતાની વ્યથા કહેલી અને પોતે તેની માનતા રાખેલી કે મારી ઘરે સંતાન થશે એટલે મારા ગામથી પગપાળા મસ્તક પર અખંડ દીવો લઈને હનુમાનજી પાસે દર્શને કરવા આવીશ.અને દાદાને મણીંદો ઘરી આવીશ અને સમય જતા તેને ત્યાં સંતાનની પ્રાપ્તી થઈ પછી તે દીકરીએ પોતાની માનતા પૂર્ણ કરી.ત્યારે એ દિવો આજે પણ દાદાના મસ્કર પર અખંડ છે.

કેમ દાધા હનુમાનજી કહેવાય છે?
જો આ મંદિરના ઈતિહાસની વાત કરવામાં આવે તો રાજકોટના રાજવી પરિવાર જુના રાજકોટ પેલેસ રોડ પર રહેતા હતા.રાજકાજનું કામ ત્યાથી થતું હતું.એક વખત બીજા ગામના લોકો મલ લઈને રાજા સાહેબની કચેરીએ આવ્યા હતા.જ્યાં તેમને પોતાના મલ સાથે રાજાને રાજકોટના મલ સાથે કુસ્તી કરવાનું આહવાન કર્યું.ત્યારે રાજાએ આ બીડુ જીલી લીધુ.રાજાએ રાજકોટની પ્રજાને કહ્યું કે છે આપણી પાસે કોઈ એવો બાહુબલી કે જે આ મલ સાથે કુસ્તી કરીને રાજકોટનું નામ રોશન કરે.

ત્યારે ગામના લોકોએ થોરાળાની સીમમાં નેસમાં રહેતા દાધા ભરવાડનું કહ્યું જેથી રાજાએ સૈનિક મોકલીને દાધા ભરવાડને લાવાવનું કહ્યું.ત્યારે દાધા ભરવાડ ભેંસો ચરાવવા ગયો હતો.જેથી એમના ઘરે જે હતા તેમને કહ્યું કે રાજાએ દાધા ભરવાડને બોલાવ્યો છે.જ્યારે દાધા ભરવાડ ઘરે આવ્યા અને તેમને જાણ થઈ કે રાજાનું તેડુ આવ્યુ છે જેથી તેઓ સીધા જ રાજા પાસે પહોંચી ગયા હતાં.

જ્યા રાજાએ કહ્યું કે બીજા ગામમાંથી મલ આવ્યા છે અને તેઓ કુસ્તી કરવા માંગે છે.જેથી તરત જ દાધા ભરવાડે હા પાડી દીધુ અને રાજાએ બીજા દિવસે કુસ્તીનું આયોજન કર્યું.આ કુસ્તીમાં દાધા ભરવાડે બીજા ગામના મલને હરાવી દીધો અને પોતે જીત મેળવીને રાજાનું અને રાજકોટનું નામ રોશન કર્યું.રાજાએ ખુશ થઈને દાધા બાપા જે નેસમાં રહેતા એ જગ્યા ત્રાંબાના પત્રે લખી આપી.

થોડો સમય વિતતા આ જગ્યા આજીનદીના કાઠે હોવાથી દાધા ભરવાડ ત્યાં નહાવા ગયો હતો.ત્યારે નદીના પુરમાં તણાઈને આવતી એક હનુમાનજીની મૂર્તિ જોઈ.જે તે પોતાના ખંભે લઈને આવ્યો અને ગામના લોકોને ભેગા કરીને પૂછ્યું કે આપણા નેસમાં કોઈ હનુમાનજીની મૂર્તી નથી.તો આપણે આ મૂર્તિની સ્થાપના અહીંયા કરીએ તો..તો ગામના બધા લોકો રાજી થઈ ગયા.

લોકોએ નક્કી કર્યું કે આ જમીન જેના કારણે આવી છે એમના હાથે જ દાદાની મુર્તિ બેસાડીએ.જેથી રાજકોટના રાજાને જાણ કરવામાં આવી.તો રાજાએ એ આમંત્રણ સ્વીકારીને મહારાજા જ્યારે મુર્તિનું પ્રાણ પ્રતીષ્ઠા કરવા પધારેલા.ત્યારે મહારાજે કીધેલું કે આ જગ્યા તમારા હીસાબે નેસને મળી છે અને હનુમાનજીની મૂર્તિ પણ આપને જ મળી છે.ત્યારે આ હનુમાનજીનું નામ આપના પરથી જ રાખી એ.જેથી આ હનુમાનજીનું નામ દાધા હનુમાનજી રાખવામાં આવ્યું.આ મંદિર પાસે મહાદેવજીનું મંદિર પણ આવેલુ છે.

શ્રાવણ મહિનામાં ખાસ કરવામાં આવે છે રુદ્રાભિષેક
શ્રાવણ મહિનામાં અહિંયા સવારે 4-15 અને દર સોમવારે સાંજને 9 વાગ્યે રુદ્રી અભિષેક કરવામા આવે છે.જ્યારે દર મહિનાની 9 તારીખે મંદીરના સેવકગણ દ્વારા માનવ મંદિર ત્રંબા અને એકરંગની મનોદિવ્યાંગ બાળાઓને ભોજન કરાવવામાં આવે છે.સાથે જ દર શનિવારે સાંજે 9 વાગ્યે સંગીત મય સુંદરકાંડનું સુંદર આયોજન થાય છે.હનુમાન જયંતીના દિવસે મારૂતી યજ્ઞ કરવામાં આવે છે.આમ જકોટમાં આવેલા દાધા હનુમાન મંદિરે છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી દેશભરમાંથી સાધુ સંતો તપ કરવા માટે આવે છે. આ સાધુ સંતો વિશ્વ કલ્યાણની ભાવના માટે તપ કરતા હોય છે.

આ ચમત્કારીક મંદિર ક્યાં આવેલુ છે?
રાજાશાહી વખતનું હનુમાનજીનું આ ચમત્કારીક મંદિર રાજકોટમાં આવેલુ છે. મંદિરની બાજુમાં પહેલા થોરાળા ગામ હતુ.ત્યારે આજી ડેમ પણ ન હતો.ત્યારે થોરાળા ગામ આજીડેમની અંદર હતું અને થોરાળા ગામની બાજુમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં મેવાળા શાખના ભરવાડનો નેસ હતો.ત્યાં પોતાનાં ઢોર ઢાખર અને પરિવાર સાથે અહીયા રહેતાં હતાં. આ મંદિર રાજાશાહી વખતથી છે.પહેલાં નાની એવી દાદાની ડેરી હતી.અમુક વર્ષ પહેલાં દાદાનું મંદિર અને મહાદેવનું મંદીર શિખરબધ બનાવામાં આવ્યું હતું.