ભાજપના ગઢમાં ફરી એક વખત રાહુલ ગાંધી નાખશે ધામા, હવે શું નવો પ્લાન ?

લોકસભાની ચૂંટણી બાદ હવે રાહુલ ગાંધીનું ફોકસ ગુજરાત પર છે. ગુજરાતમાં ભાજપને આપેલ ચેલેન્જ બાદ રાહુલ ગાંધી એક વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ ગાંધી ગુજરાતમાં હવે ન્યાય યાત્રા કાઢશે.

રાહુલ ગાંધી હવે ગુજરાત પર ફોકસ કરવાનું મન બનાવી લીધું છે. રાહુલ ગાંધી હવે ભાજપનો ગઢ જિતવાનો મક્કમ નિર્ધાર કરી લીધો છે. કોર્ટની તારીખ પડ્યે ગુજરાત આવતા રાહુલ ગાંધી. હવે ગુજરાત વારંવાર આવી રહ્યા છે. સાંસદ સત્રમાં રાહુલ ગાંધીએ ભાજપને પડકાર ફેક્યો હતો કે લખીને લઈ લો અમે તમને ગુજરાતમાં હરાવીને રહીશું. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને પણ ભાજપને પડકાર ફેક્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધી વધુ એક વખત ગુજરાતમાં આવી રહ્યા છે.

જાણો શું છે રાહુલ  ગાંધીનો પ્લાન ?
આવતા મહિને રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી મોરબી ઝુલતા પુલ, રાજકોટ, વડોદરા હરણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા અનેક બનાવોમા પિડીત પરિવારો ને ન્યાય અપાવવા કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢશે. આ ન્યાય યાત્રામાં ભાગ લેવા ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે.