રાજયમાં નકલી બિયારણ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આ મામલે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને પત્ર લખ્યો છે અને પત્રમાં બે લગામ “બીજ માફિયાઓ” પર કડક કાયદારૂપી લગામ નાખવાની માંગ કરવામાં આવી આવી છે. આ સાથે પત્રમાં સરકારે સામે અનેક સવાલ કરવામાં આવ્યા

જાણો શું લખ્યું પત્રમાં

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા દસેક વરસથી ગુજરાતમાં નકલી બિયારણ બનાવતા બીજ માફિયાઓના હાટળાઓ ખુલ્લેઆમ ધમધમી રહયા છે ત્યારે સવાલ એ છે કે દર વર્ષે રાજ્ય સરકાર ભાજપના ફાઈવ સ્ટાર હોટેલ જેવા આલિશાન “કમલમો” બનાવવા માટે જ આ બીજ માફિયાઓ પાસેથી હપ્તાઓ ઉઘરાવવા માટે જ 25-50 સ્ક્વોડની રચના કરે છે ?? આ સ્ક્વોડ હપ્તા ઉઘરાવી ભાજપા ને આપી એના માધ્યમથી જ “કમલમો” બની રહયા છે ??

પાલ આંબલીયા વધુમાં કહ્યું કે આ એટલા માટે કહેવું પડે છે કે ગયા વર્ષે બિન અધિકૃત રીતે નકલી બિયારણ ઉત્પાદકો નું એક બિન અધિકૃત સંગઠન બનાવવામાં આવ્યું હતું આ સંગઠનની એક બેઠક મળી હતી અને તેમાં નકલી બિયારણ બનાવતા દરેક “બીજ માફિયા” માટે એક સ્ટિકર તૈયાર કરવામાં આવ્યું હતું જેને જેટલી બેગ ઉત્પાદન કરવી હોય તેટલા સ્ટિકર ખરીદવા ફરજિયાત હતા આ સ્ટીકરની કિંમત નક્કી કરાઈ હતી અને આ સ્ટિકર બેગ પર હોય એટલે એમને કોઈ જ પકડવાનું નહોતું ગયા વર્ષે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને આ સ્ટિકર જાહેર માધ્યમોના માધ્યમથી આપવામાં આવ્યું હતું અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે રાજ્ય સરકારે કોઈપણ એક્શન લીધા નહિ અને બીજ માફિયાઓ બેલગામ બનતા રહયા જેનો ભોગ આ વર્ષે પણ ખેડૂતો બની રહયા છે.

સરકાર પર કર્યા સવાલો
બે દિવસ પહેલા રાજ્યની એક પ્રતિષ્ઠિત ચેનલમાં રાજ્યના કૃષિમંત્રી કહી રહયા હતા કે “”અમારા ખાતા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ અધિકારી આવી કાર્યવાહીમાં સંડોવાયેલો મળશે તો તેની સામે કડક કાર્યવાહી થશે”” ત્યારે સવાલ એ છે કે ભાજપ સરકાર ની આ કડકમાં કડક કાર્યવાહી એટલે શું ?? ચમરબંધી ને પણ છોડવામાં નહિ આવેનું ગાણું તો છેલ્લા 5 વર્ષથી સાંભળવા મળે છે પણ ક્યા ચમરબંધી ને પકડ્યા અને કોની પર કાર્યવાહી કોના પર કરી એક નામ આપો જ્યારે સરકાર પાસે એક નામ માંગવામાં આવે છે ત્યારે સરકાર શા માટે મૌન થઈ જાય છે ??? એ જ ચેનલ પર રાજ્યના ખેતી નિયામકશ્રી પણ ઉપસ્થિત થયા હતા અને તેમણે કહ્યું હતું કે “”સરકારે અડવાઝરી જાહેર કરી છે, ખેડૂતોએ લોટ નમ્બર, ઉત્પાકનું નામ વગેરે જોઈ લાયસન્સ ધારક વ્યક્તિ પાસેથી રજીસ્ટર થયેલ કંપનીનું બિયારણ ખરીદવું આગળ એમણે કહ્યું કે 18- 19 સ્ક્વોડની રચના કરવામાં આવી છે તે 20 દિવસથી નમૂના લે છે આ સ્કોવડ 707 નમૂના લઈ ચુકી છે””” વધુમાં તેમણે સ્વીકાર્યું કે “”રાજ્ય સરકારની ફરજ છે કે પ્રમાણિત અને ટ્રુથફૂલ દવા ખાતર બિયારણ ખેડૂતોને પૂરું પાડવું””

પાલ આંબલીયાના સવાલો

1) શું એડવાયઝરી જાહેર કરી દીધી એટલે સરકારની ફરજ પુરી થઈ ગઈ ???
2) રાજ્ય સરકાર એડવાયઝરી માં કહે છે કે રાજીસ્ટ કમ્પનીઓ પાસેથી જ ખરીદી કરવી તો એ રજીસ્ટર કંપનીઓ કઈ કઈ છે તેનું લિસ્ટ શું રાજ્ય સરકારે એડવાયઝરી સાથે જાહેર કર્યું છે ખરું ??
3)બીજ નિગમ કે જેની જવાબદારી છે કે ખેડૂતોને પ્રમાણિત અને ટ્રુથફૂલ બિયારણ પૂરું પાડવું આ બીજ નિગમે ક્યાં પાકમાં કેટલી બિયારણ ની જરૂરિયાત છે તેની સામે કેટલું બીજ ઉત્પાદન કર્યું તેની યાદી રાજ્ય સરકાર કે બીજ નિગમ જાહેર કરી શકશે ????
4) જે બીજ નિગમ પર આખા ગુજરાતના ખેડૂતોને ટ્રુથફૂલ સર્ટિફાઇડ, પ્રામાણિત બિયારણ આપવાની જવાબદારી છે તે બીજ નિગમ આખા ગુજરાતમાં કુલ કેટલો સ્ટાફ છે ???
5) બીજ નિગમ ખુદ મૃતપાય અવસ્થામાં હોય આખા ગુજરાતમાં જેનો 10 થી વધારે સ્ટાફ ન હોય એ બીજ નિગમ કેવીરીતે ગુજરાત આખાના ખેડૂતોને ટ્રુથફૂલ, સર્ટિફાઇડ અને પ્રમાણિત બિયારણ પૂરું પાડી શકે ??
6)છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં છે ત્યારે આ 30 વર્ષમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય પાકો પૈકી કોઈ એક પાકનું એક સંશોધિત બિયારણ બનાવ્યું હોય તો એ સંશોધિત બિયારણનું નામ રાજ્ય સરકાર શા માટે જાહેર કરતી નથી ???
7) 30 વરસમાં એક સંશોધિત બિયારણ જાત તમે બનાવી શક્યા નથી તો તમામ કૃષિ યુનિવર્સિટીઓ, બીજ સંશોધન કેન્દ્રો અને તેમાં રહેલો સ્ટાફ શું કરે છે ???
8) જ્યારે કોઈ ખેડૂત નકલી દવા, ખાતર બિયારણ ની ફરિયાદ કરે તેના આધારે તપાસ કરી નમૂના લઈએ છીએ એ નમૂનાનું સાયન્ટિફિક નિરીક્ષણ કરવા ગુજરાત સરકારે 30 વર્ષમાં કોઈ આધુનિક લેબોરેટરી વસાવી છે ખરી ??? કે 30 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકાર જે લેબોરેટરી બનાવીને ગઈ હતી એમાં જ કામ ચલાવવામાં આવે છે ???
9) જે સરકાર એક સંશોધિત બિયારણ ન શોધી શકતી હોય, જે સરકાર એક આધુનિક લેબોરેટરી ન વસાવી શકતી હોય એ સરકાર ખેડૂતલક્ષી કેવીરીતે હોઈ શકે ???
10) ગયા વર્ષે અને એના આગળના વર્ષે જે જે સ્ક્વોડ ની રચના કરવામાં આવી હતી એ સ્ક્વોડ દ્વારા કેટલા નમૂના લેવાયા હતા ?? એ નમૂનાઓનું શું કર્યું ?? ક્યાં ટેસ્ટીંગ કરવામાં આવ્યું ??? ગુજરાતમાં કે ગુજરાત બહાર ??? ટેસ્ટિંગના રિપોર્ટ કેટલા સમય પછી આવ્યા ?? જે રિપોર્ટ આવ્યા તેમાં કેટલા પોઝિટિવ અને કેટલા નેગેટિવ આવ્યા ??? જે નેગેટિવ રિપોર્ટ આવ્યા તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી ??? કેટલી કંપનીઓને બ્લેક લિસ્ટેડ કરી ???
11) જ્યારે કોઇપણ વ્યક્તિ, સંસ્થા કે કંપની ડુપ્લીકેટ ખાતર, દવા, બિયારણ બનાવતા કે વેંચતા પકડાય ત્યારે તેની સામે કઈ કાર્યવાહી થાય, કેટલી સજા થાય તે અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી છે ખરી ???
12) અમને ખેડૂતોને તો પુરી શંકા છે કે સરકાર દ્વારા દર વર્ષે તપાસ સ્ક્વોડની રચના એટલા માટે તો નથી કરવામાં આવતી ને કે આ સ્ક્વોડ એક એક એગ્રોની દુકાને જાય એમની પાસેથી હપ્તાનો દર નક્કી થાય અને એ હપ્તા પાછલાં દરવાજેથી લઈ ભાજપ એ હપ્તાના માધ્યમથી આલિશાન ફાઈવ સ્ટાર હોટેલ જેવા “કમલમ” ઉભા કરી શકે ??
13) છેલ્લા 5 વર્ષમાં નકલી દવા બિયારણ ખાતર બનાવતી સંસ્થાઓ, કંપનીઓ અને તેના વિક્રેતાઓ દ્વારા જે જે નકલી દવા, ખાતર બિયારણ આપવામાં આવ્યા અને તેનો ભોગ જે ખેડૂતો બન્યા તેઓએ જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) માં જે જે ફરિયાદો કરી તેમાંથી કેટલા સામે કાર્યવાહી કરવામાં આવી ??? કેટલાને દંડીત કર્યા ?? કેટલો દંડ કર્યો ?? કેટલી કંપનીઓને બ્લેક લિસ્ટેડ કરી ???
14) જ્યારે નકલી ખાતર, દવા બિયારણ બનાવતી કાપનીઓથી પીડિત ખેડૂતો, તેમણે કરેલી ફરિયાદો, આ ફરિયાદોના આધારે થયેલ કાર્યવાહીની વિગત જાગૃત ખેડૂત રામસિંહ રાજપૂત બનાસકાંઠા દ્વારા RTI ના કાયદા મુજબ માહિતી માંગી ત્યારે લગત જિલ્લાના કૃષિ અધિકારીઓએ RTI ની કલમ 8(1), ‘ક’ ‘ઘ’ અને ‘જ’ મુજબ આપી શકાય નહીં કહી માહિતી આપવાનો ઇન્કાર શા માટે કરવામાં આવે છે ????