રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં માઇનિંગને મંજૂરી આપવાની ચર્ચા મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે. આ મુદ્દે હીરા સોલંકીએ રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.
ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, ત્યારે જંગલ વિસ્તારમાં માઇનિંગ પ્રવૃત્તિને મંજૂરી આપવાનો નિર્ણય ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો જંગલ વિસ્તારમાં ખનન પ્રવૃત્તિ શરૂ થશે તો એશિયાટિક સિંહોના અસ્તિત્વ પર સીધી અસર પડશે.
હીરા સોલંકીએ વધુમાં જણાવ્યું કે માઇનિંગને કારણે જંગલ વિસ્તારનું પર્યાવરણ ખોરવાશે, જેના પરિણામે સિંહો અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણની ઘટનાઓમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિક ગ્રામજનોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું કે સમગ્ર મામલે ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સરકાર તરફથી તાત્કાલિક ખુલાસો કરવો જરૂરી બન્યો છે. તેમણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જેમ કે PCCF, CF અને DCFના “ભેદી મૌન” સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સિંહોના કુદરતી રહેણાંક વિસ્તારમાં માઇનિંગને મંજૂરી આપવામાં આવશે તો પર્યાવરણ અને વન્યજીવન બંનેને ગંભીર નુકસાન પહોંચી શકે છે. હાલ આ મુદ્દે વિસ્તારમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







