1. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્ર સિંહ જાડેજા ની ખીરસરા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી…

ખીરસરા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ તરીકે ફરી રાજકોટ લોધિકા સંઘના ચેરમેન એવા નરેન્દ્રસિંહ જાડેજા ની આજરોજ બિનહરીફ વરણી કરવામાં આવી છે. આજરોજ ખીરસરા રણમલ જેવી જ્યોત સેવા સહકારી મંડળી લિમિટેડના વ્યવસ્થાપક સમિતિ સભ્યોની મીટીંગ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ની ઉપસ્થિતિમાં મળી હતી તેમજ વ્યવસ્થાપક સમિતિના સભ્યો દ્વારા ફરે રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને ખીરસરા રણમલજી ચોથ સેવા સહકારી મંડળ લિમિટેડના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

વ્યવસ્થાપક સમિતિ સભ્યો માં લાખાભાઈ સાગઠીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, દલસુખભાઈ પીપળીયા, નરસિંહભાઈ વેકરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાથાભાઈ ગાજીપરા, ગોવિંદજી ગોહિલ, પ્રવિણસિંહ ડાભી, રતુભા ડાભી, દિલીપભાઈ કુગશિય, વીરભાનુભાઈ મેત્રા મહિલા સભ્ય જ્યોત્સનાબેન જોરીયા, સવિતાબેન વેકરીયા સહિતના વ્યવસ્થાપક સમિતિ સભ્યો દ્વારા નરેન્દ્રસિંહ જાડેજા ને સર્વ સહુમતીથી ખીરસરા રણમલજી જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.