મેહુલ ત્રિવેદી, અમરેલી / અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ખાતે આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનમાં 28 વર્ષીય જવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, પીપાવાવ સ્થિત ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનના મેસ બિલ્ડિંગમાં જવાને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્ટેશનના અન્ય કર્મચારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આપઘાત કરનાર જવાનની ઓળખ ધાર્મિક કોટડીયા, ઉંમર 28 વર્ષ, તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ જૂનાગઢના વતની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

ઘટના બાદ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર બનાવ અંગે મરીન પીપાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે. જવાને આપઘાત શા માટે કર્યો તે અંગેનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ બનાવને પગલે પીપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશન સહિત રાજુલા પંથકમાં ચકચાર મચી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો