ઘણી વાર લોકોને ATM માં પૈસા ના હોવાના કારણે ધરમ ના ધક્કા ખાવા પડે છે ત્યારે આજે RBI એ આજે આ સમસ્યા ના નિવારણ માટે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે . RBI ના નિવેદન મુજબ ATMમાં સમયસર રૂપિયા ના નાખનારી બેન્કો પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આ નિર્ણય ATMમાં પૈસા ના હોવાને કારણે લોકોને પડતી તકલીફોને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે. RBIએ કહ્યુ કે કોઇ એક મહિનામાં ATMમાં જો 10 કલાકથી વધારે સમય સુધી પૈસા નથી રહેતા તો સબંધિત બેન્ક પર દંડ ફટકારવામાં આવશે. આ મામલે જાહેર એક પરિપત્રમાં RBIએ કહ્યુ કે ATMમાં પૈસાના નાખવાને લઇને દંડ ફટકારવાની વ્યવસ્થાનો ઉદ્દેશ્ય આ સુનિશ્ચિત કરવાનો છે કે લોકોની સુવિધા માટે આ મશીનોમાં પુરતી માત્રામાં રકમ ઉપલબ્ધ હોય. કોઇ પણ ATM\માં જો મહિનામાં 10 કલાકથી વધારે સમય સુધી પૈસા નથી રહેતા તો સબંધિત બેન્ક પર પ્રતિ ATM 10,000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે
રિઝર્વ બેન્કે કહ્યુ કે આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે જેનાથી બેન્ક અથવા વ્હાઇટલેબલ ATM સંચાલક અને સુનિશ્ચિત કરશે કે ATMમાં પૈસા સમય પર નાખવામાં આવે અને લોકોને મુશ્કેલી ના પડે. વ્હાઇટ લેબલ ATM મામલે દંડ તે બેન્ક પર ફટકારવામાં આવશે, જે સબંધિત ATMમાં પૈસા ભરે છે. આ નવો નિયમ 1 ઓક્ટોબર થી લાગુ થશે અને આવનાર તહેવારો ના સમયે લોકોને ATM તરફ થી અસુવિધા ના રહે તેમ જણાઈ રહ્યું છે






