આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઈ હતી ત્યારે હવે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સરકાર સજાગ થઈ ગઈ છે અને ત્રીજી લહેર સામે લડત આપવા સરકાર સચેત થઈ છે આજે કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અનેક મોટી જાહેરાતો કરવામાં આવિ છે.
હવેથી ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ નો દર ઘટાડવામાં આવ્યો છે તથા કિટની કિંમતોમાં ઘટાડો થયો છે. હવે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700માંથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. દર્દીઓના ઘરેથી ટેસ્ટ સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ 900 રૂપિયા માથી ઘટાડો કરીને હવે 550 રૂપિયા કરવામાં આવ્યો છે. તથા એરપોર્ટ પર ના ટેસ્ટનો ચાર્જ પણ ઘટાડવામાં આવ્યો છે એરપોર્ટ પર 4000 રૂપિયા હતો જેમાં ઘટાડી અને 2700 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત HRTC ટેસ્ટનો ચાર્જ 3000 હતો જેમના ચાર્જમાં 500 રૂપિયા ઘટાડી અને 2500 કરવામાં આવ્યો છે
આ ઉપરાંત ત્રીજી લહેરમાં લોકોને મુશેલી ના પડે એ વાત ને દયાને લઈ અને જિલ્લા કક્ષાની હોસ્પિટલ માટે 82.50 કરોડના ખર્ચે 17 CT SCAN મશીન ખરીદવામાં આવશે . આ ઉપરાંત જિલ્લા કક્ષાએ CT-SCAN અને MRI માટે 112 કરોડના મશીનની ખરીદી કરવામાં આવશે તથા દર રવિવારે બીજા ડોઝ માટે વેક્સિનેશન શરૂ રહેશે.







