ગુજરાત ભાજપમાં એક બાદ એક વિવાદ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન છેલ્લા બે દિવસથી મૂળ કોંગ્રેસી અને ભાજપ નેતા જવાહર ચાવડા સતત વિડીયો પોસ્ટ કરી અને પોતાની ઓલાખ કેન્દ્રીય મંત્રીને સમજાવી રહ્યા છે. ત્યારે આ મામલે શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ હજુ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે

શક્તિસિંહ ગોહિલે ગઈકાલે ભાવનગરમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાને લઈ પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનો પછી કશું કહે તો અવાજ દબાવાનો આ ભાજપની વૃત્તિ છે. આ હજુ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે. હજુ ઘણા ખરા નેતાઓ સામે આવશે.

નીટની પરીક્ષાને લઈ સરકારને ઘેરી
સાથે નીટ ની પરીક્ષા ને લઈ પણ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ મહામહેનતે પરીક્ષાઓની તૈયારી કરે છે પછી પરીક્ષાઓ રદ કરવામાં આવે આ કેટલું યોગ્ય ?