IFFCOમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ત્યારે ભાજપના ઉમેદવાર સેમ ભાજપના જ ઉમેદવારનો જંગ જામ્યો હતો ત્યારે હવે IFFCO વળી નાફેડમાં થવાના એંધાણ છે. નાફેડ ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. 7માંથી 1 બેઠક બિનહરિફ, 6 બેઠકો પર 21 તારીખે મતદાન થશે. આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.
નાફેડ ડાયરેક્ટરની ચૂંટણીમાં રાદડિયા જૂથના મગન વડાવિયા સામે રાજકોટના સાંસદ મોહન કુંડારીયા મેદાને છે. ભાજપના સહકારી આગેવાનોના ચૂંટણી બિનહરિફ કરવાના પ્રયાસો શરૂ થઈ ગયો છે. રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને બિનહરિફ કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. સૂત્રોની માનીએ તો એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે, ભાજપ દ્વારા કોઈ ને મેન્ડેટ આપવાની નથી.
રાજ્યકક્ષા વિભાગમાં જેઠા ભરવાડ બિનહરિફ થશે. રાજ્યની કૃષિ વિષયક મંડળીઓના વિભાગની 1 બેઠક પર 5 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે 21 મેંએ દિલ્હીમાં મતદાન થવાનું છે.આ ચૂંટણી માચે ગુજરાતમાંથી કૂલ 210 મતદારો મતદાન કરશે.
નાફેડ ની ચૂંટણીમાં ઇફકો વાળી નહીં થાય. નાફેડ ના ડાયરેક્ટર ની ચૂંટણીમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા બિનહરીફ થઈ શકે છે. ભાજપ કોઈના નામનો મેન્ડેટ પણ આપવાની નથી એ વાત પણ નક્કી છે. દિલીપ સંઘાણી, અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી બેઠકમાં કુંડારીયાના નામ પર મહોર મારવામાં આવી છે તેવું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે. એવી માહિતી પણ સામે આવી છેકે, બાકીના ચાર ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચી લેશે. આમ, ઇફકોના વિવાદ બાદ નાફેડ ની ચૂંટણીમાં ઘરમેળે સમજૂતી થઈ ગઈ છે.







