election commision

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે સતાવાર જાહેર કરવામાં આવશે. આ અંગે ચૂંટણી પંચ આજે બપોરે 3.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીમાં 6 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.

જણાવી દઈએ કે, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોની વચ્ચે ચૂંટણી પંચે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો કરી છે અને તમામ ચૂંટણી રાજ્યોમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા પણ કરી છે. આવી સ્થિતિમાં, આશા છે કે કેટલાક નવા નિયમોની જાહેરાત પણ થઈ શકે છે.