આપણે ઘણી વાર સાંભળ્યું હશે,કે વ્યસન માણસને હાડપિંજર સમાન બનાવી શકે છે.અને જોયું પણ હશે જ .આપણે બધા સમજીએ પણ છીએ ,જાણવા છતાં ઘણી વાત જાણતા નથી એવું કરીએ છીએ .આજ આ આર્ટિકલ દ્રારા બસ એવું જ કહી થોડું કહેવા માંગુ છું .

વ્યસન ગમે તે હોય નુકશાન કારક છે .બધા સમજીએ છીએ છતાં ,અમુક વાર અમલ નથી કરતાં.એમ વિચારી ને કે વધુ માં વધુ શું થશે? આ શબ્દ કદાચ આગળ જતાં પસ્તાવાનું કારણ પણ બની શકે . આવી જ નાની નાની ભૂલ ક્યારેક મોટું બીમારીનું રૂપ લઇ લે છે . શું તમે જાણો છો ફાકી ખાઈને રસ્તામાં જ્યાં ત્યાં થૂંકી જાણતા અજાણતા TB જેવા રોગને આમંત્રિત કરી રહ્યા છો. ફાકી ખાઈને જાહેર દીવાલો અથવા કે રસ્તા પર થુંકવાથી એમાંથી ફેલાતા ( mycobacterium tuberculosis) નામના જીવાણુ નીકળે છે .જેનાથી TB જેવો ભયંકર રોગ થાય છે . ફેફસાંને અસર કરતો આ રોગ કોઈ સામાન્ય નથી .

સરકારી દવાખાના તેમજ કેન્દ્રો માં ટીબી વિશે ઘણી માહિતી મળી રહે છે .જાણતા અજાણતા પોતાની જ જીદંગી જોખમમાં મૂકી રહ્યા છો . હજી પણ સમય છે કે આગળ આવતા સમય પર ધ્યાન આપીએ તો આગળના જનજીવન પર આની વધુ અસર નો રહે .નજીવા એવા ભાવમાં મળતી ફાકી કેટલાં જીવન જોખમમાં મૂકે છે .

ફાકી થી થતાં ત્રણ મોટાં નુક્શાન જે જોઇએ,પહેલા તો વ્યસન એક વિષચક્ર છે ,જેમાં ફસાયા પછી નીકળવું અઘરું છે.જેમ કાદવ કે કીચડમાં એક વાર પગ પડ્યા પછી જેમ ઊંડે ખૂંચતો જાય છે. એમજ અમાં પણ એજ થાય છે .વ્યસન થયા પછી માણસ ધારે છતાં મૂકી નથી શકતો .બીજું જોઈએ તો ફાકી ખાઈને જ્યાં ત્યાં એના પ્લાસ્ટિકની કોથળી ફેંકીને પ્રદૂષણ ફેલાવી વાતવરણને ખુબ નુક્શાન થાય છે. તેમજ એ પ્લાસ્ટિક કોઈ પશુ જેમકે ગાય હોય કે બીજા પશુ ખાય તો એને પણ બહુ નુક્શાન કરે છે . પાન ફાકી ખાઈને જ્યાં ત્યાં જાહેર દીવાલો અથવા રસ્તા પર થુકવાથી ભંયકર બીમારી આમંત્રિત થાય છે .

જાહેર દીવાલો ગંદી થવાની સાથે કેટલાં જીવાણુ ફેલાય છે .એક વ્યસન એ પછી ગમે તે વ્યસન હોય એના કારણે ઘણા ખરા પરિવારોમાં પણ ક્લેશ થાય છે. આ વાત કોઈ નવી નથી પણ હા ! બધુજ જાણવા છતાં પણ આ વાત કોઈ સમજી નથી શકતું . એક સારી પર્સનાલિટી અને રેપ્યુટેશન માટે વ્યસન મુક્ત હોવું બહુ જરૂરી છે .વ્યસન ગમે તે હોય નાનું હોય કે મોટું ફાકી નું જ કેમ ન હોય પણ છે તો એ વ્યસન જ છે .એક વ્યસન આખી પર્સનાલિટીને જોખમમાં મૂકી શકે છે .

રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા (નીકાવા)

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો