હિંમતનગર વિસ્તારમાં જવાનગઢ પાટીયા નજીક બુધવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મીની બસે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ 6 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસાન બાદ સ્થાનિકોમાં હાહાકાર મચી ગયો હતો અને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

અકસ્માતના કારણની તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ મીની બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર કારણો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.