ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ દ્વારા અમરેલી જિલ્લાની પ્રથમ બેઠકનું ધારી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં સેવા, સમર્પણ અને પરિવર્તનના સંકલ્પ સાથે યોજાતી આ બેઠકમાં સમાજના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.

આ બેઠક રવિવાર, 10 મે 2026ના રોજ સાંજે 5:00 કલાકે યોજાશે. બેઠકનું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી સ્ટેશન રોડ, ધારી (અમરેલી) ખાતે કરવામાં આવ્યું છે. પ્રથમ કારોબારી બેઠકમાં અતિથિ વિશેષ તરીકે શ્રી રાજૂભાઈ શીંગાળા (પ્રદેશ ઉપ-પ્રમુખ, ભાવનગર ઝોન-4) ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય મહેમાન તરીકે શ્રી યોગેશભાઈ ઉનડકટ (પ્રદેશ ઉપ-પ્રમુખ, ગીર સોમનાથ ઝોન-3) હાજરી આપશે.

આ સમગ્ર કાર્યક્રમ શ્રી ભરતભાઈ પોપટ પ્રમુખ (અમરેલી જિલ્લા લોહાણા સમાજ) દ્વારા લોહાણા સમાજના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે સમાજના તમામ સભ્યોને એકતાના આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે. સમાજના સંગઠન, વિકાસ અને ભવિષ્યની દિશા નક્કી કરવા માટે યોજાતી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો