અમરેલી ના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ની જીત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લેવા સાથે ગુજરાત માંથી છ જેટલા સાંસદો ને કેન્દ્રીય મંત્રી નિયુક્ત કરતા સૌથી વધારે અમરેલી જિલ્લાના ધારી તાલુકા ના સરસીયા ગામે ઉત્સાહ જોવા મળ્યો.  ગામમાં ઠેર ઠેર શુભકામનાઓ અને અભિનંદન આપતા હોર્ડિંગસ લાગ્યા

સરસીયા ગામના રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઇ શેલડીયા અને સાથી યુવાનો દ્વારા સરસીયા તેમજ આજુબાજુ ના ગામો માં બેનરો લગાવીને ભરતભાઈ ની જીત અને વડાપ્રધાન નરેન્દ મોદી જી ના વડાપ્રધાન પદને આવકારી ખુશી વ્યક્ત કરી હતી

ચૂંટણી ના પરિણામ દરમિયાન પણ સરસીયા ગામમાં ભાજપ તરફેણમાં લીડ નીકળતા ગ્રામજનો તેમજ મતદારો નો જીતુભાઇ દ્વવારા વિશેષ આભાર વ્યક્ત કરી ગામ ના વિકાસ અને પ્રશ્નો સ્થનિક પ્રશ્નો ને અંગત લઈ નિરાકરણ કરવાની બાહેંધરી આપવામાં આવી હતી અને રાજકીય નેતા ઓ એ જીતુભાઇ ને અભિનંદન પાઠવ્યા હતા.