આખા વરસના અભ્યાક્રમ પછી સારો એવો મોજ મજા માણવાનો સમય એટલે વેકેશન .
વેકેશન પડે એટલે એક જ ડેસ્ટીનેશન મામાનું ઘર . મામાના ઘર સિવાય વેકેશન ના કહેવાય . થોડા દિવસ તો થોડા દિવસ જવું તો પડે જ હો !

મિત્રો સાથે મોજ મસ્તી અને શિક્ષકોની મીઠી વાતો સાથે કડવા અનુભવો પણ શીખવા મળે. વિદ્યાર્થીઓ માટે વેકેશન એટલે આરામ અને વિકાસનો સોનેરી અવસર .

જો કે હવે તો પહેલા જેવા વેકેશન ક્યાં રહ્યા !
હાલ તો બધા સમર કેમ્પ ની રાહ જુએ છે . પરિવાર સાથે ઉનાળાના વેકેશનમાં ફરવા જવું વધુ ગમશે લોકો ને . થોડા સમય પહેલાની વાત કરીએ તો મામાના ઘરે બધા એક સાથે મળી ખૂબ ધીંગામસ્તી કરતા અને આખા વેકેશનને મજા માણતા હતા .સમય અને દશક ની સાથે બધું બદલાઈ જાય છે . હવે બધા આધુનિક વેકેશન રૂટિન થઈ ગયા .સમય સાથે બધું જ બદલાઈ છે.

સતત પ્રવૃત્તિમય રહેતી આપણી લાઇફને પણ એક વેકેશન હોવું જોઈએ .ક્યારેક આપણે પોતાને જ ભૂલી ને એટલા વ્યસ્ત બની જઇએ છીએ કે કંઈ યાદ જ રહે નહિ .દિવસ જાય કે રાત વિતે .એટલે ક્યારેક એવું પણ વેકેશન માણવું જોઈએ કે ! થોડો સમય રોજ આપણે ધ્યાન અને મૌનમાં વિતાવવો જોઈઍ. ધ્યાન દ્રારા પોતાની એક એવી યાત્રા કરવામાં આવે જે આંતરીક શાંતિ આપે છે . ક્યારેક ખૂદ માટે આવું વેકેશન પણ આવું જોઈએ.

તો ચાલો આ વેકેશનને થોડું યાદગાર બનાવીએ ,
થોડા નવા અનુભવો અને જુના સમય ને યાદ કરીએ . મિત્રો તેમજ પરિવાર સાથે સમય વિતાવીએ.

–લેખક–
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા- નિકાવા

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો