heatvave and rain

રાજ્યમાં વધતા તાપમાન સાથે એક નવી આગાહી આવી છે. ગુજરાતમાં હીટવેવ વચ્ચે કમોસમી વરસાદનું પણ અનુમાન છે. એક તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાય છે.  ત્યાં ગુજરાતના કેટલાક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહીને કમોસમી વરસાદ એન્ટ્રી કરી શકે છે. ગુરૂવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ આ સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો.

 હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેવની આગાહી છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 21થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.