રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય, અંબાલાલ પટેલે કરી આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ જામનગર, જુનાગઢ, દ્વારકા, વડોદરા અને સુરતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે, ‘એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં 7 ઓગસ્ટના દિવસે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેસર ઉભુ થતાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સાથે અતિભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.’

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 26 તારીખથી ચોમાસાનું જોર ઓર વધશે, એટલું જ નહીં, જુલાઈમાં અંતમાં દરિયામાં કંઇક મોટું પણ થશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.