Rajkot Gaming Zone: રાજકોટમાં મોતના તાંડવ વચ્ચે ભાજપના ધારાસભ્યનું અટ્ટહાસ્યનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના ધારાસભ્યને શરમ નથી આવતી કે 24 નિર્દોષ લોકોના જીવ ભડકે બળ્યા અને એ અટ્ટહાસ્ય કરી રહ્યાં છે. મૃતકોના માબાપના આક્રંદ વચ્ચે ભાજપના ધારાસભ્ય હસી રહ્યા છે.રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાની માનવતા મરી પરવારી છે.
રાજકોટના ગેમઝોનમાં આગની હોનારતથી 24 લોકો તંત્રના પાપે જીવતા બળી મર્યા છે ત્યારે ગુજરાતના સૌથી ધનાઢ્ય ધારાસભ્ય રમેશ ટીલાળા હસી રહ્યા છે. જે ગેમઝોનમાં ફાયર NOC નહોતી, પૂરતી મંજૂરીઓ નહોતી છતાં તંત્ર ક્યારેય તપાસ માટે ન ગયું અને ગેમઝોન બંધ ન કરાવ્યો અને હવે તો હદ થઈ ગઈ. ધારાસભ્ય આટલા મોટા દુખદ બનાવ પછી હસી રહ્યા છે. 24 નિર્દોષોના મોત પછી તંત્ર અને નેતાઓ બધા કડક પગલાં લેવાની ડંફાશ મારી રહ્યા છે. જરા જુઓ આ નેતાને કે જેઓ મોતનો મલાજો કેવી રીતે જાળવવો તેનું પણ તેમને ભાન નથી.
તો આ મામલે જ્યારે ભાજપ MLA Tilala (Rameshbhai Virjibhai Tilala) ને પૂછવામાં આવ્યું ત્યારે આ મામલાની ગંભીરતા લેવાની બદલે ખી… ખી… અને ખાખા કરીને આ વાતના જવાબો આપ્યો અને કહ્યું કે, લે હવે આમા તો હું હવે શું કરી શકું. તો તેમને જ્યારે TRP Game Zone માલિકની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે પણ તેમણે આ સવાલને નજર અંદાજ કરી દીધો હતો.







