5 ડિસેમ્બર ના રોજ વર્લ્ડ સોઇલ ડેની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પર માટીના મહત્વ અંગે જાગૃતિ વધારવાનો છે લોકોને માટીની મહત્વતા સમજાવવાનો છે. 5 ડિસેમ્બર તારીખ નક્કી કરવા પાછળ નું મુખ્ય કારણ માટી દિવસના મુખ્ય સમર્થક થાઈલેન્ડના દિવંગત રાજા ભૂમિપોલ અદુલ્યાદેજ હતા અને તેમણે આ ઉજવણી માટે સમર્થન આપ્યું હતું તેના જન્મ દિવસ નિમિતે વર્લ્ડ સોઇલ ડે ની ઉજવણી કરવામાં આવે છે.
(IUSS) ધ ઇન્ટરનેશનલ યૂનીયન ઓફ સોઇલ સાયન્સીઝ એ વર્ષ 2002માં 5 ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસ ઉજવવાની ભલામણ કરી હતી ત્યાર બાદ ઇટાલીના રોમમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રના અન્ન અને કૃષિ સંગઠન (FAO) દ્વારા વર્ષ 2014થી દર વર્ષે 5 ડિસેમ્બર ના રોજ વર્લ્ડ સોઇલ ડે ની ઉજવણી કરવામાં આવે છે







