બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરા શહેરમાં દિનેશભાઇ હડિયલના અપમાનના વિરોધ સંદર્ભે સથવારા સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા બગસરા સતવારા સમાજ ની વાડી ના સ્થાને બગસરા શહેર ભા. જ. પા. મહામંત્રી ભાવેશભાઈ મસરાણી તેમજ અશોકભાઈ પંડ્યા ને રૂબરૂ લેખિત વાંધો રજૂ કરવામાં આવેલ છે.
સથવારા સમાજના ઉપપ્રમુખનું જાહેરમંચ પર અપમાન કરનાર એ. વી. રીબડીયા પર શિક્ષત્મક પગલાં લેવા ભારતીય જનતા પાર્ટી ને અનુરોધ કરવામાં આવેલ સતવારા સમાજ ટ્રસ્ટી મંડળે માંગણી સાથે લાગણી વ્યક્ત કરેલ છે કે જો ભા. જ. પ. એ. વી. જેવા ગેર જવાબદારી દાખવનાર નેતા ને શહેર ના કોઈપણ કાર્યક્રમ માં મંચસ્થ સ્થાન આપશે તો આવા કાર્યક્રમ નો અમે બહિષ્કાર કરીશું તેમજ જ્યાં સુધી પાર્ટી ની શિસ્ત સમિતિ એ. વી. ના દુરવ્યવહાર સંદર્ભ એ. વી. રીબડીયા પર શિક્ષાત્મક કાર્યવાહી ન કરે ત્યાં સુધી અમને પાર્ટી નું કોઈ પણ પ્રકાર નું નિમંત્રણ સ્વીકાર્ય નથી હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી સથવારા સમાજ ની ન્યાયિક લાગણી માંગણી ને ન્યાય આપશે કે કેમ..?







