
ગાંધીનગર: ગુજરાતમાં 156 સીટો પર વિજેતા નબ્યા બાદ સી.આર.પાટીલના વધી રહેલા કદને કાપવા માટે ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર વકર્યો છે. પાટીલ વિરોધી જૂથ પાટીલના નજીકના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યું છે. આ બાબતે છેક દિલ્હી સુધી ફરિયાદો કરવામાં આવી છે. નેતાઓ હદ વટાવે એમાં નવાઈ નહીં પણ ગુજરાતમાં પ્રથમવાર એક જૂથના નેતા બીજા જૂથના નેતાને ટાર્ગેટ કરી રહ્યાં છે. અને એ પણ એક જ પાર્ટી. આ સાથે આપને જણાવી દઈએ કે આ જૂથવાદ પણ કેવો શિસ્તબદદ્ધ ગણાતી પાર્ટીનો જેમા તમામ હદ વટી ચૂકી છે.
આગામી દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ પર છાંટા ઉડે એ પહેલા પ્રદિપસિંહે ભાજપના પદો પરથી રાજીનામુ આપીને કાર્યકર બનીને રહેવાનું પસંદ કર્યું છે. ભાજપમાં પાટીલ સામે પત્રિકાયુદ્ધ બાદ ભાજપના કદાવર નેતા પ્રદિપસિંહ વાઘેલા પણ આ પત્રિકા યુદ્ધનો ભોગ બન્યા છે. આ ઘટનાઓથી વ્યથિત થઈને પ્રદિપસિંહે પ્રદેશ અધ્યક્ષને મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને કમલમની જવાબદારીઓ પણ છોડી દીધી છે. છેલ્લા ઘણા વર્ષોથી એક અદના સેવક તરીકે ભાજપ સાથે જોડાયેલા પ્રદિપસિંહ વાઘેલા હવે ટાર્ગેટ થઈ રહ્યાં છે. ગઈકાલે કમલમમાંથી વનવાસ અને પ્રતિબંધની ચાલેલી ચર્ચાઓ વચ્ચે આજે મોટો ખુલાસો એવો છે કે પ્રદિપસિંહ વાઘેલાએ 7 દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધું છે એટલે તેઓ ફક્ત જવાબદારીઓમાંથી મુક્ત થયા છે.
આ પણ વાંચો: Rajkot: કેમ જીવ ચાલ્યો? શરદી ઉધરસ મટાડવા 10 માસની બાળકીને ગરમ સોયના ડામ અપાયા, હાલત ગંભીર
હું અગ્નિપરીક્ષામાંથી બહાર આવીશ
પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના રાજીનામા મુદ્દે કહ્યું છે કે, પોતે ફક્ત પાર્ટીમાં પદ પરથી રાજીનામું આપ્યું છે. પણ કાર્યકર્તા તરીકે આજે પણ યથાવત છે. તેમણે કહ્યું કે, આજે પણ હુ પાર્ટીનો કમિટેડ કાર્યકર્તા છું. મે કયારેય ખોટુ કામ કર્યું નથી. અને કરીશ પણ નહીં હાલમાં મારી સામે જે આક્ષેપો થઈ રહ્યાં છે તે તમામ અગ્નિપરીક્ષામાંથી હું બહાર આવીશ. કમલમાં જવાની વાત પર કહ્યું કે, કમલમ મારુ બીજુ ઘર છે અને આજે પણ જવાનો છું. જવાબદારીમાંથી મુક્ત થયો છુ. કાર્યકર્તાની વિચારધારામાંથી નહીં. મારા થકી પ્રદેશ અધ્યક્ષને ટાર્ગટ કરાઈ રહ્યાં છે.






