રાજ્યમાં મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો ઝીંક્યા બાદ તેનો રાજ્યભરમાં આકરો વિરોધ થઈ રહ્યો હતો. આ વિરોધનાં વંટોળ સામે છેવટે સરકારે  ઝૂકવું પડ્યું છે અને GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે.

GMERS કોલેજોમાં ફી વધારા મામલે આજે મળેલ કેબીનેટ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વિરોધ બાદ સરકારે ફી વધારો મોકૂફ કરી GMERS કોલેજની ફી માં ઘટાડો કર્યો છે.  આ સાથે જ ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે.

avibhai

જાણો કેટલો કરાયો હતો વધારો
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ પર 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી. સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો.