સાઉદી અરેબિયાના દમ્મામથી નવી દિલ્હી જઈ રહેલી Air Indiaની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા તેને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઈટ હવામાં હતી ત્યારે ક્રૂ મેમ્બરને ટીશ્યુ પેપર પર અંગ્રેજીમાં ‘BOMB’ લખેલી શંકાસ્પદ ચિઠ્ઠી મળી હતી. આ ઘટનાની જાણ થતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.

ચિઠ્ઠી મળ્યા બાદ ક્રૂ મેમ્બરે તાત્કાલિક પાઈલટને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને સુરક્ષા પ્રોટોકોલ મુજબ ફ્લાઈટને અમદાવાદ તરફ વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો.

અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

મળતી માહિતી પ્રમાણે ફ્લાઈટે સાંજે આશરે 4:30 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. ફ્લાઈટ અમદાવાદ પહોંચે તે પહેલાં જ એરપોર્ટ પર જરૂરી ઈમરજન્સી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. વિમાન લેન્ડ થતાં જ સુરક્ષા એજન્સીઓએ તેને પોતાના કબજામાં લઈને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી.

CISF સહિત સુરક્ષા ટીમો ઘટનાસ્થળે પહોંચી

ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ બાદ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.

CISF, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષા કર્મચારીઓએ વિમાનની તપાસ શરૂ કરી હતી અને શંકાસ્પદ ચિઠ્ઠીને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

ફ્લાઈટ લેન્ડ થયા બાદ તેમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. હાલ કોઈ અનિચ્છનીય ઘટનાની માહિતી સામે આવી નથી. સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ‘BOMB’ લખેલી ચિઠ્ઠી કોણે મૂકી અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હવામાં જ મળ્યો હતો શંકાસ્પદ સંદેશ

આ સમગ્ર ઘટનાની શરૂઆત દમ્મામથી દિલ્હી માટે ફ્લાઈટ ટેકઓફ કર્યા બાદ થઈ હતી. ફ્લાઈટ હવામાં હતી ત્યારે ક્રૂ મેમ્બરને ટીશ્યુ પેપર પર ‘BOMB’ લખેલું જોવા મળ્યું હતું. ક્રૂએ વિલંબ કર્યા વિના પાઈલટને જાણ કરી હતી. ત્યારબાદ ATCનો સંપર્ક કરીને ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા એલર્ટ

ફ્લાઈટ અમદાવાદ તરફ આવી રહી હોવાની જાણ થતાં એરપોર્ટ તંત્ર અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી સેવાઓને તૈયાર રાખવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થયા બાદ મુસાફરોને બહાર કાઢી સુરક્ષા ટીમોએ વિમાનની તપાસ શરૂ કરી હતી. હાલમાં સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓની તપાસ ચાલુ છે અને ચિઠ્ઠી અંગેની હકીકત તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.

હવે રાજ્યપાલની મંજૂરી પર નજર

હાલ નવી તારીખો માત્ર દરખાસ્તના તબક્કે છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ જ સત્ર 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે કે નહીં તે અંગે સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો