શક્તિસિંહ રાજપૂત, અંબાજી / શક્તિપીઠ અંબાજી માં લુખ્ખા તત્વો થયા બેફામ, ગુજરાત સરકારના આરોગ્યમંત્રીના ભાઈની મેડિકલ સ્ટોર્સમા કરી પથ્થરબાજી, અજ્ઞાત માણસોએ તોફાન મચાવ્યુ, આરોપીઓ ભાગી ગયા, પોલીસ ઘટના સ્થળે દોડી આવી, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં છેલ્લા કેટલાય સમયથી લુખા તત્વોનો આતંક અંબાજી મા જોવા મળી રહ્યો છે.થોડા દિવસો થી અનેકો ગુનાહિત ધટનાઓ જોવા મળી રહી છે. અંબાજીમા અગાઉ ઘરમા ચોરીની ઘટનાઓ સહિત બાઈક ચોરીઓ અને હાઇવે માર્ગ પર પસાર થતા લોકો જોડે થી મોબાઈલ છીનવી ભાગવા જેવી અનેકો ધટનાઓ ઘટિત થઈ રહી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર અજ્ઞાત માણસો ધટના ને અંજામ આપી ફરાર થઈ જતાં હોય છે. હાલમા યાત્રાધામ અંબાજીમા અપરાધીક પ્રવૃત્તિ કરનાર તત્વોમા પોલીસનો કોઈપણ ખોફ રહ્યો નથી,એવું હાલમાં બનેલા બનાવો થી લાગી રહ્યું છે.જેનું પરિણામ અંબાજીની જનતા ભોગવી રહી છે.
આજે મોડી સાંજે અંબાજીમા ખુબજ દુઃખદ ઘટના બની હતી.વાત કરવામા આવે તો યાત્રાધામ અંબાજીના બજારમા આવેલી મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સમા આજે સાંજે ભર બજારે અમુક અજ્ઞાત તત્વોએ હુમલો કર્યો હતો. આજે મોડી સાંજે થયેલો આ હુમલાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પ્રકારના ભર બજારે હુમલાને લઈને સમગ્ર અંબાજીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસ દ્વારા શું કહ્યુ
અંબાજી પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ બહાર એક વ્યક્તિને હેરાન કરતા અમુક માણસો અને મેડિકલ સ્ટોર્સ વાળાએ ના પાડતા આ અજ્ઞાત વ્યક્તિઓએ મેડિકલ સ્ટોર પર હુમલો કરવાનું શરુ કર્યો હતો. અંબાજી પોલીસના જણાવ્યા મુજબ ત્યાં શાકભાજી ની લારી ઊભી હતી અને ત્યાંથી બટાકાઓ, બીટ લઈને છુટ્ટા હાથે મેડિકલ સ્ટોર્સ પર મારવામાં આવ્યા હતા અને ત્યાં મેડિકલ સ્ટોર્સ પર કામ કરતા માણસો ઉપર પણ માર્યા હતા. આ સમગ્ર મામલે અંબાજી પોલીસ મથકે મેડિકલ સ્ટોર્સ તરફથી અરજી આપવામાં આવી છે,ત્યારે અંબાજી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ માણસો જે હુમલો કરનાર છે તે અંબાજી પાસેના ગામના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મેડિકલ સ્ટોર્સ ઉપર જઈને સીસીટીવી કેમેરા નું રેકોર્ડિંગ ચેક કરવામાં આવી રહ્યું છે અને આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરાઈ રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







