આ વર્ષે ચોમાસા પૂર્વે જ મેઘરાજા માવઠા રુપે ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારો મોટાપાયે પ્રભાવિત થયા હતા. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિ ભયાનક આગાહી કરી છે. ગુજરાતમાં ફરી બિપોરજોય વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે તેવી આગાહી અંબાલાલે કરી છે.
પાંચ દિવસનાં વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદનાં ચોથા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. તેમજ આગામી તા. 26,27 અને 28 નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જગ્યાએ સર્જાશે ડીપ ડિપ્રેશન
આ ઉપરાંત વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. આગાહી કરતાં તેમણે કહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં બિપોરજોય જોવા ઘાટ ઘડાશે. ફરી એકવાર ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આજે 26 જુલાઈએ એટલે કે આજે ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. 26, 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં ભારે પવન સાથે આવશે વરસાદ
ગુજરાત અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળશે.ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 100 કિ.મી. ની રફતારથી સુસવાટા સાથે ભારે પવન ફૂંકાશે. પવનની સાથો-સાથ નદીઓમાં ઘોડાપુર આવશે. રાજ્યભરની મોટાભાગની નદીઓમાં આ સિસ્ટમની અસર જોવા મળશે. જો નદીઓમાં ભારે પુર આવ્યું તો ઘરોમાં પણ ઘુસી શકે છે નદીઓનું પાણી.
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં બોલશે ધડબડાટી
રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદનાં કારણે નર્મદા અને તાપીનાં જળસ્તરમાં વધારો થશે. બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરમાં પ્રતિકિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. તેમજ અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે







