ગુજરાતમાં સતત વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ ડિપ્રેસનના પગલે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતાં તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે. પોરબંદર, દ્વારકા અને જામનગર વિસ્તારમાં વરસાદની શક્યતા છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
16 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા
રાજ્યમાં 12થી 16 ઓગસ્ટ વચ્ચે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







