બાબુભાઇ વાઢેર, જાફરાબાદ (અમરેલી): ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ નિમિત્તે જાફરાબાદ નજીક લુણસાપુર સ્થિત સિન્ટેક્સ કંપની ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લઈને સાયબર સુરક્ષા અંગે માહિતી મેળવી હતી.

રાજુલા ડીવાયએસપી નયના ગોરડીયા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સિન્ટેક્સ કંપનીના આશરે 450 જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓને સાયબર ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો સમજાવ્યા

કાર્યક્રમ દરમિયાન ઓનલાઇન ઠગાઈ, OTP ફ્રોડ, ફિશિંગ અને અન્ય સાયબર ગુનાઓથી બચવા માટેના સરળ અને અસરકારક ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. કર્મચારીઓને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવાની અને અજાણ્યા લિંક્સ અથવા કોલ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

પોલીસ અને કંપની અધિકારીઓની ઉપસ્થિતિ
આ અવેરનેસ કાર્યક્રમમાં જાફરાબાદ પીએસઆઈ વી.આર. રાઠોડ, સિન્ટેક્સ કંપનીના એડમિન હેડ મનીષ સ્વામી, એસ.આર. હેડ વિનોદ ત્રિવેદી, સિક્યુરિટી હેડ સંદીપ સિંહ તથા સિક્યુરિટી ઇન્ચાર્જ હિરેન ડોડીયા સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાયબર સુરક્ષા અંગે જાગૃતિ જરૂરી

આ કાર્યક્રમ દ્વારા કર્મચારીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો સમયની માંગ બની ગયા છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો