રૂપેશ રૂપારેલીયા, બગસરા/બગસરા માર્કેટિંગ યાર્ડની ચેરમેનતેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી ગુરુવારે થવાનીછે ત્યારે બગસરા માર્કેટિંગ યાર્ડમાં બધા ડિરેક્ટર્સ બિન હરીફ ચૂંટાયા છે તેમજ બે અધિકારીઓ સહિત કુલ ૧૭ ડિરેક્ટરોછે જેમાં ૧૦ મત ખેડૂતો, ૪ મત વેપારીઓ, ૧ ખરીદ વેચાણ સંઘ, તેમજ બે મત સહકારી અધિકારી એ મતદાન કરવાનું રહેશે.

જ્યારે નવા નિયમો મુજબ જે વેપારીઓ યાર્ડ માં ૫૦ હાજર ની શેષ ભરેલી હોય તેજ ચૂંટણી માં ભાગ લઈ શકે તે અનુસાર ચાર સીટ વેપારી પેનલ હોય છે તેમાં પણ ચાર ડિરેક્ટર્સ બિન હરીફ થયા છે ત્યારે જે કોઈને ચેરમેન કે વાઇસ ચેરમેન બનવું હોય તેમને વેપારી ડિરેક્ટરનો સહારો લેવો પડશે ત્યારે આ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વેપારી ડીરેક્ટર હુકમનો એક્કો સાબિત થશે. આ ઉપરાંત જિલ્લા રજીસ્ટર અને તાલુકા પંચાયત કચેરી દ્વારા પણ એક એક મત આપવામાં આવે છે. જે મોટાભાગે સરકાર પક્ષે હોય છે.

આ ચૂંટણીમાં બગસરા નગરપાલિકા ને પણ એક મત નો અધિકાર આપવામાં આવેલ છે પરંતુ અંદરની લડાઈને કારણે પાલિકા દ્વારા કોઈના નામનો ઠરાવ ન થતા બગસરા પાલિકા આ મતદાનથી વંચિત રહેશે. હવે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ કોના હાથમાં જાય છે તે જોવાનું રહેશે.