અમરેલી: ધારી તાલુકાના તુલસીશ્યામ રોડ ઉપર આવેલ ધ ફન વિસ્ટેરીયા રિસોર્ટમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. અજાણીયા ઈસમે મોઢું બાંધી દીવાલ કૂદી રિસોર્ટમાં પ્રવેશ કર્યો હતો અને સમગ્ર ઘટનામાં શખ્સ CCTV કેમેરામાં કેદ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રિસોર્ટમાં રોકાયેલા એક પ્રવાસી મહિલાના પર્સમાંથી આશરે રૂ. 11.49 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ચોરે રૂ. 8 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર, ત્રણ સોનાની વીંટી તથા રૂ. 9 હજાર રોકડ, મળી કુલ રૂ. 11.49 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

નોંધાઈ પોલીસ ફરિયાદ
ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આસપાસના વિસ્તારોના CCTV પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આરોપી ઝડપાશે તેવી આશા છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો