અમરેલી જિલ્લામાં ગત માસ સુધી નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. ગઇકાલે બાબરા તાલુકામાં 57 મીમી વરસાદ નોંધાયો હતો, ગઈકાલ સુધીમાં બાબરા સિવાય કોઇ તાલુકામાં 40 મીમી કરતા વધારે વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં ઓવરઓલ રેઈનફોલ-73.73 % નોંધાયો છે.
જિલ્લાના કુંકાવાવ-વડીયા તથા બગસરા તાલુકામાં 100 % થી વધુ વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા તથા જાફરાબાદ તાલુકામાં 50 % થી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લાના અમરેલી, લાઠી, લીલીયા, ધારી, ખાંભા, રાજુલા, બાબરા એમ 7 તાલુકામાં 50 % થી વધુ વરસાદ નોંધાયો છે.
ધારી ખોડીયાર ડેમ – શેત્રુંજય નદી પૂર્ણ સપાટીએ ભરાયા છે. દરવાજા ખોલવામાં આવ્યા છે. (1દરવાજો 0.152 મીટર) જિલ્લાના 2 ડેમ 80 ટકા ભરાયા છે, ધાતરવડી-1 જેના દરવાજા નથી 84.60 % તેમજ વડીયા સુરવો ડેમ 85.18%નો સમાવેશ થાય છે. જિલ્લાના 2 ડેમ 50 % ભરાયા છે, જેમાં રાયડી 52.67 % અને મુંજિયાસર ડેમ (જેના દરવાજા નથી ) 56.43% ભરાયા છે. જિલ્લાના બાકીના ડેમ 50 % થી નીચેની સપાટીએ ભરાયા છે. જિલ્લામાં 2 મૃતકના કેસમાં સહાય ચૂકવવાની કામગીરી પ્રગતિ તળે છે.







