અમરેલી: અમરેલી જિલ્લાના પીપળલગ ગામમાં મોડી રાત્રે કરુણ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં બે બાળકો ડૂબ્યાની જાણ થતાં અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ 30 મિનિટની શોધખોળ બાદ બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
રાત્રે 1:52 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને જાણ
મળતી માહિતી મુજબ, 2 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 1:52 વાગ્યે અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાંથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમને પીપળલગ ગામના તળાવમાં બે બાળકો ડૂબ્યાની જાણ કરવામાં આવી હતી.
જાણ મળતાં જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર હિંમતભાઈ બાંભણિયાની આગેવાની હેઠળ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક પીપળલગ ગામ તરફ રવાના થઈ હતી.
અંધારામાં ફાયર ટીમે હાથ ધરી શોધખોળ
ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર ટીમે રાત્રિના અંધકાર વચ્ચે તળાવમાં બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. ટીમે આશરે 30 મિનિટ સુધી શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
બંને બાળકોને બહાર કાઢ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમના મૃતદેહ સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.
10 અને 12 વર્ષના બાળકોના મોત
આ દુઃખદ ઘટનામાં પીપળલગ ગામના બે બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
- સંજયભાઈ કાળુભાઈ ભાસ્કર, ઉંમર આશરે 12 વર્ષ
- પ્રિન્કભાઈ કાળુભાઈ ભાસ્કર, ઉંમર આશરે 10 વર્ષ
બંને બાળકો પીપળલગ ગામ, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલીના રહેવાસી હોવાનું જણાવાયું છે. બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા બાદ સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







