અમરેલી જિલ્લાના વરસડા ગામ ખાતે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં એક અનોખો અને દ્રશ્યમય પ્રસંગ જોવા મળ્યો. સમસ્ત સગર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગીરથ દાદાના નવા મંદિરના નિર્માણના લાભાર્થે આયોજિત આ લોક ડાયરામાં ચાંદીની નોટો અને ડોલર ઉડતા જોવા મળ્યા, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સાહથી ઝૂમી ઉઠ્યો.

ડાયરામાં જાણીતા લોકગાયક અપેક્ષા પંડ્યા અને  રાજ ગઢવીની હાજરીથી કાર્યક્રમમાં આવેલ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજ ગઢવીની પ્રસ્તુતિ દરમિયાન ડોલર અને ચાંદીની નોટો ઉડાડવામાં આવી હતી.

આ લોક ડાયરામાં આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મંદિર નિર્માણના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તિ, લોકસંસ્કૃતિ અને ઉદાર દાનભાવનો સુંદર સંગમ જોવા મળ્યો.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં વાયરલ
ડોલર અને ચાંદીની નોટો હવામાં ઉડતી હોય તેવા અનોખા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રાજ ગઢવીનો આ ડાયરો સમગ્ર અમરેલી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકોમાં લોક ડાયરા પ્રત્યેનો ઉત્સાહ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો